નવી દિલ્હી: જે લોકો લોકડાઉન તોડવામાં શાન સમજે છે અને લોકડાઉનના લીરેલીરા ઉડાવવાનો વિકૃત આનંદ લે છે તેમના માટે મહત્વના સમાચાર છે. આ ક્રુરતા નહીં પરંતુ અનુશાસનના કઠોર પાઠ છે. કોરોના મહમારીનું સક્રમણ એક કડવું સત્ય છે. વાયરસથી પેદા થયેલા સંક્રમણને ફેલાતો અટકાવવા માટે દુનિયાભરમાં લોકડાઉન લાગેલુ છે. આ લોકડાઉનને લગાવનારા દેશોમાં ભારત પણ સામેલ છે. પરંતુ અન્ય દેશોની જેમ અહીં પણ લોકડાઉનમાં લોકો રસ્તાઓ પર નીકળતા જોવા મળે છે. નાઈજીરિયામાં કઈંક આવું જ જોવા મળ્યું હતું તો પોલીસે એકદમ કડક કાર્યવાહી કરી અને હવે દૂર દૂર સુધી કોઈ ત્યાં જોવા મળતું નથી. નાઈજીરિયામાં લોકડાઉન તોડનારા 18 લોકોને પોલીસે ગોળીએ વિધી નાખ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત જે મજબુતાઈથી કોરોના સામે લડી રહ્યું છે, દુનિયા થઈ નતમસ્તક, જુઓ સ્વિટ્ઝરલેન્ડે શું કર્યું


નાઈજીરિયામાં જ્યારે પોલીસે જોયુ કે લોકો અનેકવાર કર્ફ્યૂ તોડીને ઘરબહાર આવી જાય છે. ત્યારે તેમણે કડક પગલાં લેવાનું નક્કી કર્યું. પહેલા નાગરિકોને ચેતવણી આપી કે સરકારી આદેશોનું પાલન નહીં કરે તો કડકાઈ હાથ ધરાશે. પરંતુ આમ છતાં લોકોએ સરકારી આદેશોનું પાલન ન કર્યું અને ત્યારબાદ પોલીસે પણ તેમને ક્ષમા ન આપી અને 18 જેટલા લોકોને ગોળીએ વિંધી નાખ્યાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube